
રાહુલ ગારી :- ગરબાડા
મધ્ય પ્રદેશના રાણાપુર ખાતે ભગોરીયાના મેળામાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરે મન મૂકીને હોળીનો ઢોલ વગાડ્યો
ગરબાડા તા.04
ભગોરીયાના મેળામાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી મહામંત્રી સ્નેહલભાઈ ધરીયા નરેન્દ્ર સોની તેમજ પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલીયાર ઉપસ્થિત રહ્યા..
ગરબાડા 133 વિધાનસભાના નવા નિમાયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરે રાણાપુરના ભગોરીયાના મેળામાં મન મૂકીને હોળીનો ઢોલ વગાડ્યો હતો. જેમાં દાહોદના ધારાસભ્ય અને કિશોરી તેમજ દાહોદના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેન્દ્ર સોની તેમજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયાર અને ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીપલતસિંહ રાઠોડ સાહેબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોળીના ઢોલે ઝૂમી ઉઠ્યા હતા હોળીનો તહેવાર એ આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે અને આદિવાસી સમાજના લોકો પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી કરતા હોય છે