Saturday, 12/07/2025
Dark Mode

લોકડાઉન દરમિયાન કામ વગર નીકળેલા વાહનચાલકો વિરુદ્ધ શહેર પોલિસે કરી કાર્યવાહી:સંચારબંધીના ભંગ કરવા બદલ 35 વાહનો ડિટેઇન કર્યા

લોકડાઉન દરમિયાન કામ વગર નીકળેલા વાહનચાલકો વિરુદ્ધ શહેર પોલિસે કરી કાર્યવાહી:સંચારબંધીના ભંગ કરવા બદલ 35 વાહનો ડિટેઇન કર્યા

દીપેશ દોશી/નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લામાં ૧૪૪ મુજબના જાહેરનામા બાદ જિલ્લામાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે ત્યારે માત્ર સવારના ૧૧ વાગ્યા સુધી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેતા લોકોની દુકાને ખરીદી કરવા ભારે ભીડ ઉમટી હતી. આ બાદ તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવવા માંડી હતી ત્યારે બીજી તરફ શહેરમાં ૧૪૪ના જાહેરનામા બાદ પણ લોકોની અવર જવર ચાલુ રહેતા પોલીસ દ્વારા ઠેર-ઠેર નાકાબંધી કરી આવતા જતા વાહનોને તપાસ હાથ ધરાતાં ધારા 144નું ભંગ કરવા બદલ દાહોદ શહેર પોલીસે 35 જેટલાં વાહનો કર્યા હોવાનું જાણવા મળેલ છે.

કોરોના વાયરસ સામે લડત આપવા ગઈકાલથી દાહોદ જિલ્લામાં ૧૪૪ના જાહેરનામા હેઠળ સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે. ૧૧ વાગ્યા સુધી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની દુકાન ખોલવાના આદેશો સાથે આજ વહેલી સવારથી કરિયાણુ વિગેરે ખરીદ કરવા માટે લોકોની શહેરમાં ભારે ભીડ જાવા મળી હતી. લોકો ઘરની બહાર નીકળી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી પરત ઘરે જવા રવાના પણ થયા હતા પરંતુ બાદમાં ૧૧ વાગ્યા બાદ તંત્ર દ્વારા શહેરમાં પેટ્રોલીંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ વચ્ચે શહેરના કેટલાક લોકો ઘરની બહાર વગર કામે નીકળ્યા હતા.જોકે ધારા 144 હેઠળ સંચારબંધીનો ચુસ્તરીતે પાલન કરવા માટે દાહોદ શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી અવરજવર કરતા લોકોની પૂછપરછ હાથ ધરી હતી.અને કામ વગર લટાર મારવા નીકળેલા વાહનચાલકોને સંચારબંઘીના ભંગ બદલ 35 જેટલાં વાહનોને ડિટેઇન કર્યા હતા.

error: Content is protected !!