
સુમિત વણઝારા, દાહોદ
દાહોદ તાલુકાના સાંગા ફળિયામાં આઠ માસ અગાઉ ઈટના ભઠ્ઠા પર થયેલા રાયોટિંગના ગુનામાં વોન્ટેડ બે મહિલાઓ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના હાથે ઝડપાય
દાહોદ તાલુકાના સાંગા ફળિયામાં 8 મહિના અગાઉ ઈટના ભઠ્ઠા ઉપર થયેલા ઝગડામાં ટોળા દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં સંડોવાયેલી તેમજ નાસતી ફરતી બે મહિલાઓને પોલીસે ઝડપી જેલ ભેગી કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના સાંગા ફળિયામાં આઠ માસ અગાઉ કમળ બ્રિક્સ નામક ઈટના ભટ્ટા ઉપર ટોળાએ હુમલો કરી જીવલેણ હુમલો કર્યો હતો જે બનાવવામાં દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે હત્યાનો પ્રયાસ તેમજ રાયોટીંગનો ગુનો નોંધાયો હતો જેમાં સંડોવાયેલી રળીયાતી ગામના સાંગા ફળિયા ની રહેવાસી વૈશાબેન રામુભાઈ માવી તેમજ કાંતાબેન પરશુભાઈ માવી તેઓના ઘરે આવી હોવાની બાતમી રૂરલ પોલીસ મથકમાં પેટ્રોલિંગમાં નીકળેલા દાહોદ રૂલર પોલીસ મથકના પીએસઆઇ નયનસિંહ પરમારને મળી હતી ત્યારબાદ પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત બંને મહિલાઓના ઘરે દરોડો પાડતા તેઓ ઝડપાઈ ગઈ હતી દાહોદ રૂલર પોલીસે ઉપરોક્ત બંને મહિલાઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી