ગરબાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ૨૦૨૨-૨૦૨૩ માં મંજુર કરેલ આવાસો અંતર્ગત લાભાર્થી સંમેલન- મંજૂરી પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો.

Editor Dahod Live
1 Min Read

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ૨૦૨૨-૨૦૨૩ માં મંજુર કરેલ આવાસો અંતર્ગત લાભાર્થી સંમેલન- મંજૂરી પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 13729.20 લાખ રૂપિયા સહાયની ફાળવણી કરવામાં આવી

ગરબાડા તા.25

 

માધ્યમિક શાળા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ તથા લાભાર્થે સંમેલન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં ગરબાડા તાલુકામાં 20223 માં મંજુર થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને તથા ચેક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન

 

અર્જુનભાઈ ગણાવા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સહિત સલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ કલેકટર નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ના બી.એમ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા

Share This Article