
રાજેશ વસાવે દાહોદ
*દાહોદના ડીડીઓશ્રીની બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત*
૦૦૦
દાહોદના લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય કેન્દ્ર ખાતેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
ડીડીઓશ્રીએ મુલાકાત દરમ્યાન ફરજ પર કેટલા કર્મચારી હાજર છે અને કેટલા ગેરહાજર છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને જે કર્મચારી ગેરહજાર હતા તેમને કારણ દર્શક નોટિસ આપી ઍક દિવસ નો બિન પગાર કરવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીને સૂચના આપી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સ્વચ્છતા સહિતની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અનુસાર તમામ આરોગ્ય કેન્દ્ર પર જીલ્લા અને તાલુકાના અઘિકારીશ્રી દ્વારા સરપ્રાઇઝ વિઝિટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી કરીને ગ્રામ્યસ્તરે આરોગ્ય સુવિધાઓને બેહતર કરી શકાય.
૦૦૦