જીગ્નેશ બારીયા @ દાહોદ
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના ખતરાને ટાળવા કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડી ધારા 144 લાગુ કરાઈ પરંતુ, શહેર સહીત જિલ્લામાં ધારા 144 ની કોઈ અસર જોવા મળી નહોતી, શહેર સહીત તાલુકા મથકો દિવસભર ટ્રાફિકથી ધમધમતા રહ્યા, વહીવટીતંત્ર દ્વારા લોકોમાં જાગૃતી લાવવા પ્રયાસ હાથ ધરે તે સમયની માંગ
દાહોદ તા.21
દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં કોરોના વાઇરસની અસર ઘટાડવા ના તકેદારીના પગલારૂપે જિલ્લા સમાહર્તા મારા ૧૪૪મી કલમ નું જાહેરનામું બહાર પાડેલ છે આ જાહેરનામામાં અંતર્ગત ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ હોય શહેરના સો વેપારી ધાર્મિક સંગઠનો સામાજિક સંગઠનો વિગેરેને તાકીદ કરવામાં આવેલ છે ત્યારે આ વિસ્તારના આદિવાસી પરિવારોમાં લગ્નસરાની મોસમ હોય તથા તેઓની સામાજિક પરંપરા અનુસાર લગ્નની ખરીદી કરવા વરવાળા તથા વધુ વાળા એટલે કે લાડાલાડી વાલા સામૂહિક રીતે બજારમાં આવતા હોય છે અને લગ્નસંબંધી ખરીદી કરતા હોય છે ઘરે ઘરે લગ્ન પ્રસંગ હોય દાહોદ શહેરમાં આજે પણ ખુબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી જોકે આ અંગે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ભેગા મળી શું પગલાં લઈ શકાય આ અંગે ઘનિષ્ઠ ચર્ચા હાથ ધરી હતી દાહોદ ખાતે ધારા 144 ના અમલ અંગે એમજ અંતરિયાળ વિસ્તારના અને સંબંધિત નાગરિકોને 144 ના અમલ માટે સમજાવવા માટે ખાસ ટીમો તૈયાર કરવામાં આવી હોવાનું જાણમાં આવ્યું છે જો યોગ્ય સમજાવટથી પણ ભીડ ઓછી નહીં કરી શકાય તો જરૂર પડે બળ પ્રયોગ પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સામાન્ય સંજોગોમાં આવા કોઈ જાહેરનામા નો શહેરીજનો પર સખત પણે કોરડો ઉગામનાર પોલીસ તંત્રને હાલ 144 નો અમલ કરાવવો કેમ લોઢાના ચણા ચાવવા જેવું લાગી રહ્યું છે એ પણ એક તપાસનો વિષય છે દાહોદ જિલ્લામાં 144 નો અમલ કરાવવામાં નિષ્કાળજી દાખવાશે તો તો આગામી દિવસોમાં ગંભીર પરિણામો ભોગવવાની પરિસ્થિતિ ઊભી થશે એવું લાગી રહ્યું છે ત્યારે ભીડ થવા અંગે સંબંધિતો કોઈ નક્કર પગલા લે તે ઇચ્છનીય છે.