Thursday, 21/11/2024
Dark Mode

કોરોના વાયરસનો ખતરો…વહીવટીતંત્ર સક્રિય છતાંય રાજ્ય બહારથી દાહોદમાં અવરજવર કરતા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવું અનિવાર્ય

કોરોના વાયરસનો ખતરો…વહીવટીતંત્ર સક્રિય છતાંય રાજ્ય બહારથી દાહોદમાં અવરજવર કરતા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવું અનિવાર્ય

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

વિશ્વ ભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના ભય વચ્ચે બે રાજ્યોની સરહદે આવેલા દાહોદ રેલવે સ્ટેશન તેમજ એસટી બસ ડેપોમાં બહારગામથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવું અનિવાર્ય, રેલવે તેમજ બસ મારફતે દાહોદ આવતા મુસાફરો કોઈપણ જાતની ચકાસણી વગર આવતા જતા નજરે ચડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો, ખાનગી ગાડીઓમાં દવાખાને, વેપાર અર્થે અવર જવર કરતા મુસાફરોની ચકાસણી કરવું સૌના હિતમાં વહીવટીતંત્ર દ્વારા ચોક્કસ સ્થળે સ્ક્રીનિંગ સેન્ટરો ઉભા કરી આવાગમન કરતા લોકોની ચકાસણી થાય તેવી લોકોની લાગણી તેમજ માંગણી,એમબીબીએસમાં અભ્યાસ કરતા 4 વિધાર્થીઓં ફિલિપાઇન્સથી પરત દાહોદ આવતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તપાસ હાથ ધરી રેલવે હોસ્પિટલ ખાતે ઓબ્જર્વેશનમાં મોકલવામાં આવ્યા   

દાહોદ તા.૧૯
વિશ્વભરમાં હાલ જીવલેણ કોરોના વાયરસે લોકોને ભરડામાં લીધો છે.ત્યારે આવા સમયે દાહોદ શહેરના બસ રેલ્વે સ્ટેશન ખાતે આવતા જતાં મુસાફરોનું સ્ક્રીન થર્મલ સ્ક્રીનીંગ ન કરવામાં આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આમેય, રાજ્યના બીજા શહેરોમાંથી તેમજ બીજા રાજ્યોમાંથી અવર જવર કરતા મુસાફરો દાહોદ ખાતે આવતા હોય છે તેની તકેદારીને ધ્યાને રાખી દાહોદ રેલ્વે તંત્ર તેમજ બસ સ્ટેન્ડ તેમજ અન્ય રીતે બહારગામ કે રાજ્યોમાંથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવે તેવી આજના સમયની માંગ છે.વધુમાં જાણવા મળ્યા અનુસાર, દાહોદના ત્રણ યુવકો ફીલીપાઈન્સ ખાતે એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરવા ગયા હતા. જ્યાથી પરત ફરતા દાહોદના વહીવટી તંત્રને આ બાબતની જાણ થતાં તેઓ દોડી ગયા હતા અને આ ત્રણેય વિદ્યાર્થીઓનું સ્ક્રીનિગ સહિત ચેકઅપ કરવામાં આવ્યું હતુ.પરંતુ તેઓમાં કોઈ ચિંતાજનક કોરોના વાયરસ સંબંધી લક્ષણો ન જોવાતા તંત્રએ હાશકારો લઈ આ ત્રણેય વિદ્યાર્થીઓને નજીકના રેલ્વે હોસ્પિટલ ખાતે ઓબ્જર્વેશન વિભાગમાં મોકલી દીધા હતા.

દાહોદમાં રહેતા ત્રણ યુવકો એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે ફીલીપાઈન્સ ખાતે ગયા હતા જ્યાથી પરત આજરોજ પોતાના વતન એટલે કે, દાહોદ ખાતે આવતાં આ બાબતની જાણ દાહોદ જિલ્લા વહીવટી તંત્રને જાણ થતાં તેઓ તાબડતોડ ત્રણેય વિદ્યાર્થીઓ પાસે સ્ક્રીંનીંગ મશીન સહિત સાધનો સાથે પહોંચી ગયા હતા. આ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનીંગ કર્યા બાદ તેઓને દાહોદની રેલ્વે હોસ્પિટલ ખાતે મોકલી આપી કોરોના વાયરસ સંબંધી ચેકઅપ પણ કરવામાં આવ્યું હતુ.પરંતુ આ ત્રણેય વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણો ન જાવાતા અને ત્રણેય વિદ્યાર્થીઓની તબીયત પણ સારી હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓ હાલ રેલ્વે હોસ્પીટલ ખાતે દેખરેખ હેઠળ રખાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના તમામ રાજ્યોના એરપોર્ટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિત જાહેર સ્થળોએ તંત્ર દ્વારા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશની સરહદે દાહોદ જિલ્લો આવેલો છે.ત્યારે આ બન્ને રાજ્યો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી ટ્રેન મારફતે બસ મારફતે તેમજ ખાનગી ગાડી માંરફતે લોકો સારવાર અર્થે, વ્યાપાર અર્થે દાહોદ ખાતે અવર જવર કરતા હોય છે.ત્યારે દાહોદ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે તેમજ ખાનગી ગાડીઓમાં દાહોદ આવતા મુસાફરોની વહીવટીતંત્ર દ્વારા સ્ક્રીંનીંગ કરવાની કોઈ કામગીરી હજુ સુધી હાથ ધરવામાં ન આવતાં આશ્ચર્ય ફેલાવા પામ્યું છે.જે ગંભીર બાબત છે.વહીવટી તંત્ર દ્વારા આ દિશામાં મનોમંથનકોરોના વાયરસનો ખતરો...વહીવટીતંત્ર સક્રિય છતાંય રાજ્ય બહારથી દાહોદમાં અવરજવર કરતા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવું અનિવાર્ય કરી ઉપરોક્ત લોકોની ચકાસણી કરવાની આજના સમયની માંગ છે. દાહોદ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સિવાય શહેરમાંથી મુસાફરો કોઈપણ જાતના સ્ક્રીનિંગ વગર બિન્દાસ્ત અંદર બહાર અવર જવર કરતા જોવાઈ રહ્યા છે.

error: Content is protected !!