
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડામાં મામલતદાર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઇ
દાહોદ તા.07
ગરબાડા તાલુકાની મામલતદાર કચેરી ખાતે દાહોદ પ્રાંત અધિકારી ,DSO , ગરબાડા મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી , તેમજ તાલુકા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં સંકલનની બેઠક યોજાઇ હતી.આ સંકલન બેઠકમાં 26 જાન્યુઆરીને લઈને જિલ્લા કક્ષાના કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી હતી.અને PHC આમલી ખાતે નવીન જગ્યા ફાળવવામાં આવી હતી.તે બાબતે ઉપરાંત રોડ રસ્તા અને જલ સે નળ તેમજ 21 જાન્યુઆરીથી શરૂ થતા સાંસદ ખેલ સ્પર્ધાના વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.