
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
દાહોદમાં ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજીત આનંદ મેળામાં વન અંગેની માહિતી પૂરું પાડતું પ્રદર્શન મેળો આકર્ષણનું કેન્દ્ર બન્યું..
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા
સંચાલિત સંસ્કાર એડવેન્ચર દાહોદ, અને ગુજરાત રાજ્ય વન વિભાગ વડોદરા દેવગઢબારિયા અને દાહોદ વન વિભાગના સહયોગથી તારીખ 22 /12/2022 થી 25 /12/2022 , આમ ચાર દિવસ
દાહોદમાં યોજાયેલ આનંદ મેળામાં સંસ્કાર એડવેન્ચર દ્વારા ,દાહોદ જિલ્લાની આસપાસ મળતા વિભિન્ન પક્ષીઓ ,જેમાં જંગલના પક્ષીઓ, ઘાસના મેદાનના પક્ષીઓ ,અને પાણીમાં રહેતા અને વેટલેન્ડના પક્ષીઓ ,આમ ત્રણ વિભાગો બનાવી ને પક્ષીઓનું પ્રદર્શન , સંસ્કાર એડવેન્ચરના સભ્યો એ ખેંચવામાં આવેલ ફોટા દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ હતું .આ પ્રદર્શનમેળા નું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.રીછ અને દીપડાની પ્રતિકૃતિ ટ્રોફી દ્વારા લોકોને વન્ય પ્રાણી પ્રત્યે જાગૃતિ લાવવા, તેમજ તેઓના પ્રત્યે સમજૂતી આપવા અંગે ટેબ્લોમાં મૂકવામાં આવેલ હતો. ખૂબ જ નાના બાળકો એ ટ્રોફીને સ્પર્શ કરી વન્ય પ્રાણી પ્રત્યે પોતાનુ પ્રેમ વ્યક્ત કરેલ હતુ. હજારોની સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે અને અમુક લોકોએ સેલ્ફી દ્વારા વન્ય પ્રાણીઓ પ્રત્યે પોતાનો પ્રેમ જાગૃત કર્યો હતો.
આમ આ ચાર દિવસમાં સંસ્કાર એડવેન્ચર દ્વારા મૂકવામાં આવેલ પ્રદર્શનની ખૂબ જ અસરકારક , સફળતા પામેલ છે આ ટેબ્લોમાં નાના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકોએ મુલાકાત લઇ હતી.
સંસ્થાના સભ્યો દ્વારા પક્ષીઓ વિશે ખૂબ સરસ રીતે માહિતી આપેલ હતી .લોકોને આ પ્રદર્શન દ્વારા ખબર પડી કે આપણા નજીકમાં પક્ષીઓની કેટલી રંગબેરંગી દુનિયા છે આ પક્ષીઓની દુનિયા ને લોકો પ્રત્યક્ષ રૂપે જોઈ, પક્ષીઓ પ્રત્યે પ્રેમ જાગૃત થયું છે.