
દાહોદ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા અકસ્માતોના બનાવોને અટકાવવા તેમજ ટ્રાફિક એવરનેશ કેમ્પેઈન અંતર્ગત ગાડીઓની પાછળ રેડિયમ રિફ્લેકટર ડ્રાઇવનું આયોજન કરાયું…
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા અકસ્માતોના બનાવો અટકાવવા માટે ટ્રાફિક અવેરનેશ કેમ્પેઈન તથા ગાડીઓની પાછળ રેડીયમ રિફલેક્ટર લગાવવાની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ઘરખમ વધારો થવા પામ્યો છે. માર્ગ અકસ્માતોના બનાવોમાં નિર્દાેષ વાહન ચાલકો પોતાના જીવ ગુમાવતાં તંત્ર માટે ચિંતાનો વિષય પણ રહેવા પામ્યો છે ત્યારે માર્ગ અકસ્માતોના બનાવોને અંકુશમાં લાવવા તેમજ વાહનો ચાલકોમાં અવરનેશ આવે તે માટે દાહોદ જિલ્લામાં આજરોજ પોલીસ અધિક્ષક દાહોદની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ, સીટી પોલીસ તથા સ્ટાફના કર્મચારીઓ દ્વારા હાઈવે પર તથા જિલ્લાના શહેર તથા ગામોમાંથી પસાર થતાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની સમજણ આપવામાં આવી હતી તેની સાથે સાથે એવરનેશ કેમ્પેઈનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાડીઓની પાછળ રેડિયમ રિફલેક્ટર લગાવવામાં આવી હતી.
———————–