બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરાઈ..
22 ડિસેમ્બર 2012 થી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ દ્વારા ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજની જન્મ જયંતીના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકેની ઉજવણીની શરૂઆત કરી હતી.
સુખસર તા.22
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવ હતી. આ દિવસની ઉજવણીનો હેતુ આ વિસ્તારમાં અને મોટાભાગના બાળકોને ગણિત વિષય પ્રત્યે અરુચી હોય છે. ગણિત વિષયને માથાનો દુ:ખાવો ગણે છે.ગણિત વિષયને ખૂબ અઘરો વિષય ગણે છે.અને સૌથી વધારે બોર્ડની પરીક્ષાઓમાં ગણિત વિષયમાં બાળકો નાપાસ થતા હોય છે.સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 40 થી 50% પ્રશ્નો કોઈને કોઈ રીતે ગણિત વિષય સાથે સંકળાયેલા હોય છે.અને આવા સરળ પ્રશ્નોમાં બાળકો ભૂલ કરીને ગુણ ગુમાવતા હોય છે.જેનું કારણ છે બાળકોનો ગણિત વિષય પ્રત્યેનો અણગમો,અરુચી જેથી બાળકો ગણિત પ્રત્યે જાગૃતતા લાવે,તેમાં રસ દાખવતા થાય તેમજ તમામ વિષયોમાં ગણિત સૌથી સહેલો વિષય છે.જેના ભાગરૂપે ગણિતશાસ્ત્રી એવા શ્રી નિવાસ રામાનુજની જન્મ જયંતી 22 ડિસેમ્બર ને 2012 થી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ એ 125 મી જન્મ જયંતીના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી.જેના ભાગરૂપે ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.બાળકો ગણિતને ગણતા થાય,ગણિત પ્રત્યે રસ દાખવતા થાય,ગણિતમાં ઋષિ કેળવતા થાય અને ગણિતને સમજતા થાય એ હેતુથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગણિત શિક્ષક અને આચાર્ય દ્વારા ગણિત વિષય વિષે અને શ્રી નિવાસ રામાનુજ વિશે માહિતી આપવામાં આવીહતી.સાથે-સાથે રાષ્ટ્રીય ગણિત દિવસ વિશે નિબંધ સ્પર્ધા,રામાનુજ વિશે ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજમાં આવી હતી. બાળકોએ ખૂબ ઉત્સાહથી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.આ તમામ સ્પર્ધાઓ રીશેષના સમય દરમિયાન યોજવામાં આવી હતી.જેથી શિક્ષણ કાર્યને કોઈ અસર થાય નહીં.