કતવારામાં પોલિયોની રસી પીવડાવ્યા બાદ એક મહિનાના જોડિયા બાળકોના મોત :પરિજનોના આક્ષેપ બાદ પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read

દીપેશ દોશી/ નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તાલુકાના દશલામાં એક મહિનાના જોડિયા બાળકોને પોલિયોની રસી પીવડાવ્યા બાદ એક પછી એક બન્ને જોડિયા બાળકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે પરિજનો દ્વારા એક બાળકની અંતિમ ક્રિયા બાદ બીજા બાળકનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં તબીબોની બેદરકારીના લીધે બન્ને જોડિયા બાળકો મરણ પામ્યા હોવાનું આક્ષેપ કરતા આ મામલે પોલીસે અકસ્માતનું ગુનો દાખલ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના દશલા ગામના રહેવાસી રાકેશભાઇ કટારાની પત્નીએ 40 દિવસ પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો .જેમના નામ મયંક અને અર્પિત રાખવામાં આવ્યા હતા.બન્ને બાળકોને ગત 4 માર્ચના રોજ રસી અને દવા પીવડાવવામાં આવી હતી .ત્યારબાદ બંને બાળકોની તબિયત લથડી હતી .જેથી બન્ને બાળકોને દાહોદની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે જઇ જવામાં આવ્યા હતા.જ્યાં મયંકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું . ત્યારબાદ પરિવારે તેના મૃતદેહને દાટી દીધો હતો.બીજા બાળક અર્પિતને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.જ્યાં તેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.એક પછી એક બન્ને જોડિયા બાળકોના મોત બાદ પરિજનોએ તબીબો પર બેદરકારીનો આક્ષેપ કરતા બીજા બાળકનું પીએમ કરવામાં આવ્યું હતું અને તેના વિસેરા પણ લેવામાં આવ્યા હતા .જોકે પીએમ રિપોર્ટ બાદ જ બાળકના મોતનું સાચું કારણ જાણી શકાશે .ત્યારે હાલ દાહોદ પોલીસે આ મામલે ગુનો અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article