
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
વાતાવરણમાં ફેરફાર સાથે મચ્છરોનો ઉપદ્રવ ઉભો થતાં શરદી, ખાંસી, ડેન્ગ્યુ, મલેરિયા જેવા ઋતુજન્ય રોગો વધવાની શક્યતા…
દાહોદ જિલ્લામાં માવઠાની અસર વચ્ચે ધરતીપુત્રોના કપાળે ચિંતાની રેખાઓ ખેંચાઈ…
દાહોદ તા.16
દેશના હવામાન વિભાગ દ્વારા આગાહી આપી જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યથી થોડે દુર અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં બે થી ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની શકયતા રહેલી છે. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શકયતા રહેલી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગમાં આંશિક વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી રાજકોટમાં પણ સામન્ય વરસાદની શકયતા રહેલી છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.જેના કારણે બાગાયતી ખેતી કરતાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયુંહોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં પણ આકાશમાં દિવસ દરમિયાન વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. છુટાછવાયા અને ઘેરાયેલ વાદળો જોઈ ખેડૂતોમાં પણ માવઠાને લઈ ચિંતાઓ ઉભી થઇહતી. જોકે કેટલાક વિસ્તારમાં આંશિક વરસાદના કારણે ખેતીના ઉભા પાકના નુકશાનને લઈ ખેડૂતો ચિંતિત થયા છે. જોકે દિવસ દરમિયાન સૂર્યદેવ અને રાત્રે ચંદ્રદેવની વાદળોમાં સંતાકૂકડી જોવા મળી રહી છે. જ્યારે દાહોદવાસીઓ પણ એક જ ઋતુમાં સવારે શિયાળાની ઠંડી, બપોરે ઉનાળાની ગરમી અને સાંજે વરસાદની ઋતુની જેમ ત્રણેય ઋતુઓની મજા લઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાની સાથે નાં જ મચ્છરોના ઉપદ્રવમાં નોંધપાત્ર ના વધારો જોવા મળી રહ્યો છે. શરદી, ને ખાંસી, ડેન્ગ્યુ, મલેરિયા જેવા ઋતુજન્ય ણ રોગોના દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિની શકયતાઓ રહેલી જોવા મળી રહી છે.