
ફતેપુરા વિધાનસભા માં પોલીસ કર્મીઓ દ્વારા 714 બેલેટ પેપરથી વોટિંગ કરવામાં આવ્યું
ફતેપુરા તા.29
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 129 ફતેપુરા વિધાનસભા સીટ માટે પોલીસ કર્મીચારીઓ હોમગાર્ડ જવાન જી.આર.ડી જવાન વગેરે દ્વારા બેલેટ પેપર નો ઉપયોગ કરીને વોટિંગ કરવામાં આવ્યું હતું.જ્યારે આ પોલીસ કર્મીઓ પણ ચૂંટણીના બંદોબસ્તમાં જવાના હોય તેના લીધે આ વોટીંગ કરવામાં આવ્યું હતું જેમાં 714 જેટલા પોલીસ કર્મચારીઓ જી.આર.ડી જવાનો હોમગાર્ડ જવાનો વોટિંગ કરવામાં આવ્યું હતું જ્યારે વોટીંગ ની પ્રક્રિયા આઈ કે દેસાઈ સ્કૂલ ફતેપુરા ખાતે ખાતે રાખવામાં આવ્યો હતો જ્યારે તેમાં શાંતિપૂર્ણ વાતાવરણમાંમાં વોટ નાખવામાં આવ્યા હતા