
સુમિત વણઝારા, દાહોદ
દાહોદ તાલુકાના ડોકીના મેદાન ખાતે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન સભાને સંબોધશે..
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકોના ઉમેદવાર માટે આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં પીએમ મોદી જનસભા ગજવશે..
દાહોદ તા.22
ગુજરાત વિધાનસભાની ચૂંટણી મહાસંગ્રામનો હવે રાજકીય રંગ ધીમે ધીમે જામતો જઈ રહ્યો છે. રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર માટે રોકેટ ગતીએ ઉડાન ભરી રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ વિધાનસભા બેઠકો પર આગામી પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે આદિવાસી બાહુબલી ધરાવતા દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પક્ષના કદાવર નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે દાહોદ પધારવાના છે તે શ્રેણીમાં આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ તાલુકાના ડોકી ખાતે જન સભાના માધ્યમથી ઉપસ્થિત જનમેદનીને સંબોધશે તેમજ દાહોદ જિલ્લાની વિધાનસભા બેઠકો પર જાહેર કરાયેલા ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે જનતા સમક્ષ વોટ માંગી જિંદગી બહુમતીથી જીતાડવા માટે મતદારોને રીઝવવાના પ્રયાસો કરશે. અત્રે ઉલ્લેખની છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ મહિનાના ટૂંકા ગાળામાં જ આદિવાસી બાહુલિ ધરાવતા દાહોદ જિલ્લામાં બીજીવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા તેઓ 20મી એપ્રિલના રોજ આજ ડોકી મેદાન ખાતે આદિજાતિ જન સંમેલનમાં હાજરી આપી હતી જેમાં 20000 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે પ્રોડક્શન યુનિટના શિલાન્યાસ કર્યો હતો. અને તે જ દિવસે ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હોવાના રાજકીય પંડિતો દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ગુજરાતમાં ગુજરાતમાં ચૂંટણીની મોસમપુર બહારના ખીલી છે. રાજકીય નેતાઓના આવા ગમનની સાથે ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે કે રાજ્યમાં આદિવાસી સમાજ ૧૫ ટકા વસ્તી ધરાવે છે. સાથે સાથે ગુજરાત સરકારમાં 182 બેઠકો માંથી 27 બેઠકો પર આદિવાસી સમાજ માટે અનામત રાખવામાં આવી છે. તેમજ ૪૨ જેટલી બેઠકો પર આદિવાસી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે. એટલે સરકાર બનાવવા માટે આદિવાસી સમાજ કેટલું મહત્વપૂર્ણ છે. તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલીભાતી જાણે છે. એટલે જ ટૂંકા ગાળામાં જ બીજીવાર આદિવાસી બાહૂલય ધરાવતા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. અને અહીંયાથી જ્યારે આદિવાસી સમાજ સમક્ષ ભાજપ માટે વોટ માંગશે.એટલે તેની અસર આસપાસના પંચમહાલ મહીસાગર, છોટાઉદેપુર, સહિતના આદિવાસી વિસ્તારોમાં પડશે. તેવું હાલ ભાજપ તેમજ રાજકીય વિશ્લેષકો દ્વારા આકલન કરવામાં આવી રહ્યું છે.