વિધાનસભા ચૂંટણીને લઇ ગરબાડા મિનાક્યાર બોર્ડર પર પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઇ.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

વિધાનસભા ચૂંટણીને લઇ ગરબાડા મિનાક્યાર બોર્ડર પર પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઇ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને ગુજરાત પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સી એક્શન મોડમાં આવી છે ત્યારે ગરબાડા મીનાક્યાર બોર્ડર ચેક પોસ્ટ પર બીએસએફના જવાનોને પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી છે. 

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સુચનાઓ અને આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે ચેક પોસ્ટ પર થતી શંકાસ્પદ વાહનોની મુવમેન્ટ પર નજર રાખવા તથા ચૂંટણી દરમિયાન અવ્યવસ્થા ફેલાવવા માટે કેટલાંક તત્ત્વો આતંકી પ્રવૃત્તિ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિના કરે અને બોર્ડર વિસ્તારમાંથી ઘૂસખોરી ના કરે તે માટે બીએસએફ જવાનો તથા ગરબાડા પોલીસ સ્ટાફ દ્વારા બોર્ડર પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી છે.

Share This Article