Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ ખાતેથી પસાર થતી બે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનોના રેલવે તંત્રે પુનઃ સ્ટોપેજ ફાળવ્યા 

November 1, 2022
        806
દાહોદ ખાતેથી પસાર થતી બે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનોના રેલવે તંત્રે પુનઃ સ્ટોપેજ ફાળવ્યા 

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક 

 

દાહોદ ખાતેથી પસાર થતી બે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનોના રેલવે તંત્રે પુનઃ સ્ટોપેજ ફાળવ્યા 

 

કોરોના મહામારી પહેલા ઉભી રહેતી અને પાછળથી બંધ કરાયેલા બન્ને ટ્રેનોના સ્ટોપેજ પુનઃ શરૂ કરાયા…

 

સ્થાનિકોમાં આનંદની લાગણી:પરંતુ ડેમો-મેમો તેમજ વલસાડ ઇન્ટરસિટી જેવી પેસેન્જર ટ્રેનો હજી પણ બંધ રહેતા દાહોદ વાસીઓમાં રોષ  

 

દાહોદમાં કોરોના અગાઉ 60 જેટલી ટ્રેનો રોકાણ કરતી હતી…

 

દાહોદ તા.01

 

પશ્ચિમ રેલવેના રતલામ મંડળથી પસાર થતી અને કોરોના કાળ પહેલા દાહોદ ખાતે ઉભી રહેતી બે સુપરફાસ્ટ ટ્રેનોનો રેલવે તંત્ર દ્વારા પુનઃ સ્ટોપજ ફાળવવામાં આવતા દાહોદવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે. પરંતુ કોરોના કાળમાં બંધ પડેલી અન્ય કેટલીક સુપર ફાસ્ટ તેમજ આ વિસ્તારના નાના તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફલાઈન ગણાતી પેસેન્જર ટ્રેનો હજી સુધી ચાલુ ન થતા દાહોદવાસીઓ તેમજ વેપારી વર્ગમાં એક પ્રકારનો વસવસો પણ લાગી રહ્યું છે.

 

દાહોદ હવે રેલવે પ્રોડક્સન યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે. એટલું જ નહિ દાહોદ ઇન્દોર રેલમાર્ગના કારણે જંક્શનની શ્રેણીમાં પણ સામેલ થવા જઈ રહ્યું છે. ત્યારે સ્વાભાવિક પણે સમગ્ર દેશ વિદેશમાંથી તજજ્ઞોની આવન જવાન સહીત રેલવે એન્જીન થતા અન્ય સર સમાનની અદલા બદલી કાજે દાહોદ ખાતે વધારામાં વધારે ગુડ્સ તેમજ સુપર ફાસ્ટ ટ્રેનોના સ્ટોપજની અત્યંત આવશ્યકતા રહેવાની છે.જોકે કોરોના કાળ પહેલા રતલામ મંડળથી પસાર થતી ટ્રેનો પૈકી 60 થી પણ વધુ ટ્રેનો દાહોદ ખાતે રોકાણ કરતી હતી. પણ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ટ્રેનો સદંતર બંધ થવા પામી હતી. અને પરિસ્થતિ સામાન્ય થતા સમયાંતરે વિવિધ રૂટની ટ્રેનો પુનઃ શરુ કરાઈ છે. અને હવે તો લગભગ 90 ટકા કરતા વધારે રૂટની ટ્રેનો રાબેતા મુજબ શરુ થઈ ચુકી છે. ત્યારે દાહોદ સ્ટેશન ઉપર રોકાણ કરતી ટ્રેનો પૈકી મોટાભાગની સુપર ફાસ્ટ ટ્રેનોનો સ્ટોપજ આશ્ચર્યજનક રીતે ચાલુ ન રહેતા પ્રજાજનોમાં એક પ્રકારનો રોષ વહેતો થવા પામ્યો હતો.પરંતુ આ બાબતે જાગૃત નાગરિકો અને સંબંધિતોની સક્રિયતાના કારણે વારંવારની રજૂઆત પછી ધીમેધીમે દાહોદ ખાતે સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપજો શરૂ થવા પામ્યા છે. હજી પણ દાહોદથી પસાર થતી અને અગાઉના સમયમાં સ્ટોપજ ધરાવતી ટ્રેનો પુનઃ પહેલાની માફક જ અહીંયા રોકાણ કરે તેવી જબરદસ્ત લાગણી અને માંગણી ઉભી થવા પામી છે. ત્યારે આવી ટ્રેનો પૈકીના ટ્રેન નંબર 19053/54સુરત મુંજફફર પુર તેમજ ટ્રેન નંબર 15667/68 ગાંધીધામ કામાખ્યા સુપર ફાસ્ટ ટ્રેન ને દાહોદ ખાતે સ્ટોપજના રેલવે તંત્ર દ્વારા મંજૂરી મળતા હવેથી આ ઉપરોકત આ બન્ને ટ્રેનો દાહોદ ખાતે નિયત સમય સારણી મુજબ રોકાણ કરશે. જેના પગલે દાહોદવાસીઓમાં ચોક્કસ આનંદની લાગણી છવાઈ છે. પરંતુ દાહોદ સહીત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં વસવાટ કરતા લાખો લોકો માટે વાણિજય તેમજ આરોગ્ય હેતુ માટે લાઈફલાઈન ગણાતી અને આ વિસ્તારની મહત્વપૂર્ણ ગણાતી દાહોદ-વડોદરા, આણંદ-દાહોદ, તેમજ વલસાડ ઇન્ટરસીટી જેવી પેસેન્જર ટ્રેનો લાંબા સમયથી બંધ રહેવા પામતા લોકોમાં ભારે હાલાકી ભોગવી રહી છે. સાથે-સાથે વાણિજ્ય હેતુથી વપરાશ કર્તા વેપારી આલમમાં વસવસો લાગી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!