
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઇવ ડેસ્ક
દાહોદવાસીઓની આતુરતાનો અંત નજીક:દાહોદ કતવારા રેલ સેક્શન અંતિમ ચરણોમાં:રેલવેએ ડિઝલ એન્જીન દોડાવી ટ્રાયલ રન કર્યો..
અગામી બે ત્રણ માસમાં તમામ નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ રેલમાર્ગ ચાલુ થવાના અણસાર….
દાહોદ-કતવારા વચ્ચે ટ્રેક પાથરવાનો કાર્ય પૂર્ણ:650 મીટર લાંબો કતવારા રેલવે પ્લેટફોર્મનો અર્થવર્ક 85 ટકા પૂર્ણ…
પ્લેટફોર્મ પર શેડ,ફૂટઓવર બ્રિજ, તેમજ ફ્લોરિંગ સહિતની કામગીરી પૂરજોશમાં…
દાહોદ તા.13
દાહોદ ઇન્દોર રેલ પરિયોજના અંતર્ગત દાહોદ કતવારા સેક્શનની રેલ્વે તંત્ર દ્રારા ડીઝલ એન્જીન દોડાવી ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું.ત્યારે ત્રણ દાયકા બાદ આ પરિયોજનાનું એક સેક્શન શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે રેલ્વે તંત્રની રેલ્વે સેફટી ટીમ દ્રારા તમામ ચકાસણી કરી લીલી ઝંડી આપ્યા બાદ દાહોદ- કતવારા સેક્શનની વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે.સાથે સાથે
દાહોદ રેલ્વે સ્ટેશન જંક્શનની શ્રેણીમાં સ્થાન પ્રાપ્ત કરશે.તેના પગલે દાહોદ રેલવે સ્ટેશન પર ઘણીખરી સમસ્યાઓનો અંત પણ આવી જશે.
ત્રણ દાયકા પૂર્વ જાહેર કરાયેલી દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના દાહોદવાસીઓમાં એક દૂસ્વપ્ન સામાન સાબીત થઈ રહી હતી.જોકે 2008 માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવ મધ્ય પ્રદેશના ઝાબુઆ ખાતે આવ્યા હતા અને આ રેલ નું શિલાન્યાસ કર્યો હતો. તેમજ આ રેલ યોજના 2011 ના અંત સુધીમાં પરિપૂર્ણ કરી પેન દોડશે જેના પગલે આદિવાસી લોકોને લાભ થશે તેવા દવાઓ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ યોજના ઘોચમાં પડી ગઈ હતી.પરંતુ તત્કાલીન લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન
હાલના ઇન્દોરના સાંસદ શઁકર લાલવાની મધ્યપ્રદેશ ખાતે કાર્યરત રેલ લાવો સમિતિ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ રતલામ ઝાબુઆ અલીરાજપુર ના સાંસદ ગુમાનસિંગ ડામોરના સનિષ્ટ પ્રયાસો તેમજ રજૂઆતો બાદ રેલ્વે તંત્રએ આ પરિયોજનાને ચાર સેક્શનમાં વેચી ઝડપથી પૂર્ણ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો.તેમજ રેલ્વે દ્રારા બજેટમાં મહત્તમ રકમ ફાળવતા દાહોદ તરફથી દાહોદ કતવારા સેક્શનનું કામ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યું હતું.તેમજ થોડાક
સમય પૂર્વ રેલ્વે પ્રોડક્શન યુનિટના શીલાન્યાસ કાર્યક્રમમાં પધારેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તેમજ મંડળના ડીઆરએમ વિનીત ગુપ્તા દ્રારા પત્રકાર વાર્તામાં જણાવ્યું હતું કે દાહોદ કતવારા સેક્શન સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી ચાલુ કરવાનાં દાવાઓ કરવામાં આવ્યા હતા.જે બાદ આ સેક્શનનું કામ શરૂ કરી પૂર્ણ કરવા માટે યુદ્ધના ધોરણે જોતરાઈ ગયું હતું.જોકે દાહોદવાસીઓને ત્રણ દાયકાની આતુરતાનો અંત આવ્યું હોય તેમ રેલ્વે તંત્ર દ્રારા ગઈ કાલે દાહોદ કતવારા સેક્શનની વચ્ચે ડીઝલ એન્જીન દોડાવી ટ્રાયલ રણ કરવામાં આવ્યો હતો રેલ્વે સેફટી ટીમ દ્રારા દાહોદ કતવારા સેક્શનની તમામ સુરક્ષા તેમજ નિરીક્ષણ કર્યા બાદ આગામી એકાદ બે મહિના બાદ દાહોદ કતવારા વચ્ચે રેલ કનેક્ટિવિટી વિધિવત રીતે શરૂ થશે.જેના પગલે કતવારા ખાતે વાણિજ્ય અને વેપારમાં વધારો થશે તેમાં કોઈ બે મત નથી સાથે સાથે દાહોદ થી હવેથી જંક્શનનું બિરુદ મેળવશે તે પણ એક વાસ્તવિકતા છે.ત્યારે દાહોદ ઇન્દોર સુધીની આ રેલ પરિયોજના તંત્ર દ્રારા દાહોદ કતવારા સેક્શનની તર્જ પર પૂર્ણ કરાઈ તેવી લાગણી અને માંગણી દાહોદવાસીઓમાં પ્રવૃતી રહી છે. જોકે હાલ દાહોદ તરફથી કતવારા થી પીટોલ સુધી 22 હેક્ટર જમીન વનવિભાગમાં આવતી હોઈ ટેક્નિકલ ખામીઓના કારણે ભૂમિ અધિગ્રહણ બાકી છે. તેવી જ રીતે મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભૂમિ અદીગ્રહણ કાર્ય બાકી હોવાથી હાલ તો ફક્ત દાહોદ કતવારા ચાલુ થાય તેમ છે ત્યારે હાલ દાહોદ કતવારા શિક્ષણ વચ્ચે માત્ર ડીઝલ એન્જિન દોડ્યું છે. ડીઝલ એન્જિન બાદ રેલગાડી ક્યારે દોડશે અને આ રેલગાડી ઈન્દોર ક્યારે પહોંચશે..? એ હાલ ભવિષ્યના ગર્ભમાં છે.