
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના સોસાલા ખાતે કાલીડેમ કેદારનાથ મહાદેવ મંદિરમાં ચોરી: તસ્કરોએ દાન પેટીમાંથી રોકડ રકમ ચોરી..
દાહોદ તા.૨૩
દાહોદ તાલુકાના ચોસાલા ગામે આવેલ ભગવાનશ્રી કેદારનાથ મહાદેવ મંદિરના પરિસરમાં મુકી રાખેલ દાન પેટીમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દાન પેટીમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૧૨,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૨૧મી સપ્ટેમ્બરના રોજ ચોસાલા ગામે આવેલ ભગવાન શ્રી કેદારનાથ મહાદેવ મંદિરના પરિસરમાં મુકી રાખેલ દાન પેટીને રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દાન પેટી તોડી અંદર મુકી રાખેલ રોકડા રૂપીયા ૧૨,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ અંગેની જાણ મંદિરના પુજારી સહિત આસપાસના લોકોને થતાં મંદિર વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને આ સંબંધે ચોસાલા ગામે ગામતળ ફળિયામાં રહેતાં સુરેશભાઈ રમણભાઈ પંચાલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.