રાજેશ વસાવે, દાહોદ
ઈમરજન્સી 108 સેવા સગર્ભા મહિલા માટે બની દેવદૂત: ઇ.એમ.ટી- પાયલોટે એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી..
દાહોદ તાલુકાના અભલોડ ગામની ગર્ભવતી મહિલાને પ્રસુતિ કરાવવા 108 મારફતે પ્રસુતિ કરાવવા હોસ્પીટલ લઇ જતા વેળાએ રસ્તામાં મહિલાને પ્રસવની પીડા ઉપડતા 108 ઇમર્જન્સી સેવાના EMT પાઇલોટે મહિલાની એમ્બયુલેન્સમાં સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી હતી.
ગુજરાતમાં 2008 માં શરૂ થયેલી ઇમર્જન્સી 108 એમ્બયુલેન્સ સેવા છેલ્લા 14 વર્ષથી કટોકટીના સમયમાં લોકો માટે દેવદૂત સમાન સાબિત થઈ રહી છે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના આતરીયાળ વિસ્તારોમાં ઈમરજન્સી 108 સેવા દાહોદવાસીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.ત્યારે ગરબાડા તાલુકાના અભલોડ ગામના ખોબરા ફળીયાની 22 વર્ષીય સંગીતાબેન રાકેશભાઈ ભાભોર નામક ગર્ભવતી મહિલાને પ્રસુતિ માટે કોલ કર્યો હતો ત્યારબાદ 108 ઇમરજન્સી સેવાના EMT સોમજીભાઈ અમલીયર તેમજ પાઇલોટ બકુભાઈ પટેલ આ ગર્ભવતી મહિલાને પ્રસુતી માટે દાહોદ ખાતે લાવી રહ્યા હતા. તે સમયે રસ્તામાં સંગીતાબેન ને પ્રસવની પીડા ઉપાડતા emt તેમજ પાઇલોટે એમ્બ્યુલન્સમાં જ ગર્ભવતી મહિલાની પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ ઇએમટી તેમજ પાયલોટે સંગીતાબેન ની સફળ પ્રસુતિ કરાવી હતી. ત્યારબાદ માતા તેમજ બાળક તંદુરસ્ત જણાતા તેઓને સારવાર માટે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી.