ગરબાડા તાલુકાના વડવામાં વન વિભાગની ટીમે ગ્રામજનો જોડે મીટીંગ યોજી દીપડાને પાંજરે પુરવા બાંહેધરી આપી.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

Dahod Live impact..

ગરબાડા તાલુકાના વડવામાં વન વિભાગની ટીમે ગ્રામજનો જોડે મીટીંગ યોજી દીપડાને પાંજરે પુરવા બાંહેધરી આપી.

ગરબાડા પંથકમાં 6 થી વધારે દીપડાઓનો આશ્રય સ્થાન હોવાની વન વિભાગે પુષ્ટિ કરી હતી.

વડવામાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રી દરમિયાન દીપડો આવતો હોવાથી ગ્રામજનો ભયભીત બન્યા હતા.

ગરબાડા તા.15

ગરબાડા તાલુકાના વડવા ગામના બિલવાલ ફળીયામાં ખોરાકની શોધમાં છેલ્લા ત્રણ દિવસથી વન્ય પ્રાણી દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આ સમગ્ર ઘટના આ સરપંચના ઘરે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે.જેનો અહેવાલ દાહોદ લાઈવમાં પ્રસારિત થયાં બાદ વન વિભાગના RFO એમ. એલ. બારીયા તેમજ વન કર્મીઓ સહીતની ટીમ તાબડતોડ વડવા ગામ ખાતે આવી પહોંચી હતી. અને ગ્રામજનોને ભેગા કરી એક મિટિંગ કરી હતી.જેમાં અગામી બે દિવસમાં દીપડાને પાંજરે કરવા માટેની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવાની ગ્રામજનોને બાહેધારી આપી હતી. તેમજ આ સમય દરમિયાન રાત્રિના સમયે કોઈ બહાર ન નીકળે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી.

Share This Article