રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં રેલ્વે લાઈન પર ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મોત..
દાહોદ તા.૧૫
દાહોદ શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈનની અડફેટે એક અજાણી મહિલાનું મોત નીપજતાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને મૃતક મહિલાના મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપી મહિલાના પરિવારજનોની શોધખોળ આદરી છે.
ગત તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ અનાસ રેલ્વે લાઈન પર આશરે ૩૨ વર્ષની આસપાસની ઉંમરની મહિલા ત્યાંથી પસાર થતી માલગાડીની અડફેટે આવી જતાં અજાણી મહિલાનું ઘટના સ્થળે પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક રેલ્વે પોલીસને કરવામાં આવતાં રેલ્વે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. અજાણી મહિલાના મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યાં હતાં. રેલ્વે પોલીસે આ સંબંધે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી અજાણી મહિલાના પરિવારજનોની શોખળોખ આદરી છે.
