Saturday, 12/07/2025
Dark Mode

દાહોદ તાલુકાના ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની ગંભીર લાપરવાહી: ગર્ભવતી મહિલાને પ્રસવની પીળા ઉપડતા પ્રસુતિ કરવાની જગ્યાએ ઘરે મોકલાઈ: મહિલાને રસ્તામાં પ્રસુતિ થતા પરિવારજનોમાં રોષ..

August 24, 2022
        1554
દાહોદ તાલુકાના ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની ગંભીર લાપરવાહી: ગર્ભવતી મહિલાને પ્રસવની પીળા ઉપડતા પ્રસુતિ કરવાની જગ્યાએ ઘરે મોકલાઈ: મહિલાને રસ્તામાં પ્રસુતિ થતા પરિવારજનોમાં રોષ..

દાહોદ તાલુકાના ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની ગંભીર લાપરવાહી:

ગર્ભવતી મહિલાને પ્રસવની પીળા ઉપડતા પ્રસુતિ કરવાની જગ્યાએ ઘરે મોકલાઈ: મહિલાને રસ્તામાં પ્રસુતિ થતા પરિવારજનોમાં રોષ

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાઠીવાડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફના ફરજ બદલી હુકમો કરવામાં આવતાં દાહોદ જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો.

દાહોદ તા.24

દાહોદ તાલુકાના ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની ગંભીર લાપરવાહી: ગર્ભવતી મહિલાને પ્રસવની પીળા ઉપડતા પ્રસુતિ કરવાની જગ્યાએ ઘરે મોકલાઈ: મહિલાને રસ્તામાં પ્રસુતિ થતા પરિવારજનોમાં રોષ..

આજરોજ તારીખ ૨૪.૦૮.૨૦૨૨ના રોજ સવારના ૫.૩૦ કલાકે ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને પ્રસૃતિનો દુઃખાવો ઉપડતા નજીકમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે પ્રસૃતાને લઈ જવામાં આવ્યાં હતાં ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને પ્રસૃતાની તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે પ્રસૃતા અને તેમના પરિવારજનોને રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘરે જતી વેળાએ રસ્તામાં જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં

દાહોદ તાલુકાના ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની ગંભીર લાપરવાહી: ગર્ભવતી મહિલાને પ્રસવની પીળા ઉપડતા પ્રસુતિ કરવાની જગ્યાએ ઘરે મોકલાઈ: મહિલાને રસ્તામાં પ્રસુતિ થતા પરિવારજનોમાં રોષ..

જ પ્રસૃતિ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે પ્રસૃતાના પરિવારજનોમાં ભાઠીવાડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફ પર ભારે આક્રોશ પણ જાેવા મળ્યો હતો. આ અંગેની જાણ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સને ફરજ બદલીના હુકમ કરવા જણાવવામાં આવ્યું હતું તથા તપાસ કમીટીની રચના કરી જીલ્લા રોગચાળા અધિકારીઅને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!