ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડામાં વિશ્રામગૃહ નજીક પૂરઝડપે આવતા કાળમુખી ટ્રકે બાઈક ને અડફેટે લીધા:એક નું ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઉડ્યા, એક ઈજાગ્રસ્ત…
લીમખેડા તા.18
દાહોદ જિલ્લાના લીમખેડામાં હાઇવે નજીકથી માતેલા સાંઢની જેમ ધસી આવેલી એક કાળમુખી ટ્રકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા એક યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઊડી જવા પામ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હોવાનો જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતને તેમજ પૂર ઝડપના કારણે નો અમદાવાદ નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં લીમખેડાથી વિશ્રામ ગૃહ તરફ જવાના રસ્તા પર એક મોટરસાયકલ પર બે યુવકો પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલા કાળમુખી ટ્રકે બાઈક સવાર બંને યુવકોને જોશભેર ટકકર મારતા બંને યુવકો ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. જે બાદ બીજા ગ્રહ પહેલા એક યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે અને એક યુવક ઈજાગ્રસ્ત થતાં તેઓને ૧૦૮ મારફતે નજીકના હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ બાઇક ચાલકને અડફેટે લેનાર ટ્રકનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો ત્યારે આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઇ યમ માટે મોકલી દીધો હતો તેમજ આ અકસ્માત અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.