ઝાલોદના લીલવદેવા ગામમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું : પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
1 Min Read

દીપેશ દોશી/નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.06

ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામમાં એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામના દિપક લાલાભાઇ મોઢીયા નામક યુવકે અગમ્ય કારણોસર આજરોજ સાંજના ચારેક સુમારે પોતાના ઘરે ટુવાલ જેવા કાપડનો ફંદો બનાવી આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ ની જાણ યુવક ના પરિવારજનો સહીત આસપાસના ગામલોકોને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ગામના આગેવાનો દ્વારા બનાવની જાણ લીમડી પોલિસ મથકે કરતા લીમડી પોલિસ ઘટનાસ્થળે આવી મૃતક યુવકના દેહને નીચે ઉતારી જરૂરી પંચનામું કાગળિયા કરવામાં જોતરાઈ ગઈ હતી.

Share This Article