
સુમિત વણઝારા
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી સગીરાઓના લગ્નની લાલચે અપહરણ
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી ત્રણ સગીરાઓના લગ્નની લાલચે ત્રણ યુવકો અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૧ જુનના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામે સંગાડા ફળિયામાં રહેતો વિનોદભાઈ ગનીયાભાઈ સંગાડાએ તેના ભાઈ સુરેશભાઈ ગનીયાભાઈ સંગાડીની મદદથી સગીરાને પટાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી ગરબાડા નગરમાંથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના રળિયાતી ભુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૧મી જુલાઈના રોજ રળિયાતી ભુરા ગામે આંબા ફળિયામાં રહેતાં દિલરાજભાઈ દેવસીંગભાઈ ગરાસીયાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો ત્રીજાે બનાવ ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૩ જુલાઈના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા સગીરાનું અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.