લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા લોકસભામાં રાષ્ટ્રપતિ અંગે અશોભનીય ભાષાનો ઉપયોગ: ગરબાડા તાલુકા ભાજપા દ્વારા વિરોધ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા લોકસભામાં રાષ્ટ્રપતિ અંગે અશોભનીય ભાષાનો ઉપયોગ: ગરબાડા તાલુકા ભાજપા દ્વારા વિરોધ..

ભારત ની અસ્મિતાને લાંછન લાગે ટેવ કૃત્ય કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કોગ્રેસના લોકસભાના પક્ષના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી માટે રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો હતો અને ત્યાર પછી તેની ખૂબ ટીકાઓ સંસદમાં થઈ હતી કારણકે કોંગ્રેસ પાર્ટીના નેતા એટલી હદે છકી ગયા છે કે તેઓ આપડા સર્વોચ્ય પદની ગરિમા પણ રાખી નથી શકતા અને જે બાબત ખુબજ અપમાન જનક છે અને આવા શબ્દોનો ઇરાદાપૂર્વક પ્રયોગ કરી આદિવાસી સમાજ નું પણ અપમાન કર્યું છે તેના વિરોધમાં આજ રોજ તા. ૨૮/૦૭/૨૦૨૨ બપોરે ૦૨ઃ૩૦ કલાકે ગરબાડા ખાતે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો અને જેમાં ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ સહિત નગરમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

Share This Article