સુમિત વણઝારા
બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસનો શુભારંભ..

આજરોજ તારીખ 9/ 7/ 2022 ના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ઉસરવાણ દાહોદ ખાતે દાહોદ પંચમહાલ મહીસાગર ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરાવવા તેમજ અંગ્રેજીના કોચિંગ ક્લાસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી એસ.પી. ભગોરા, આઇ.એ.એસ. ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પોતે કઈ રીતે સંઘર્ષ કરી આ સ્તરે પહોંચાય છે તેવું પ્રેરણાદાઈ વક્તવ્ય આપ્યું હતું. આપણા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ખૂબ જ નબળા હોય છે તો તેમાંય તાલીમાર્થીઓ એ ઉત્સાહપૂર્વક તાલીમમાં જોડાઈ આપણી અંગ્રેજીની નબળાઈ દૂર કરવા જણાવ્યું હતું અને ભવનના ટ્રસ્ટીઓએ કરેલ આ શરૂઆતને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં એફ.બી. વોહનીયાએ અને સુરેશભાઈ મેડાએ પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક વક્તવ્ય આપેલ હતું અને દિનેશભાઈ ગુરુજીએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરેલ. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન પ્રો. ચારેલ અને રાજુભાઈ વસૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.
