જિલ્લા પંચાયત દાહોદના આરોગ્ય વિભાગમાં લાચિયાં અધિકારીને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ સોંપાતા આશ્ચર્ય..!!

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

જિલ્લા પંચાયત દાહોદના આરોગ્ય વિભાગમાં લાચિયાં અધિકારીને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ સોંપાતા આશ્ચર્ય..!!

 

દાહોદ તા.24

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયત દાહોદ ની જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી ના આવ્યા બાદ વહીવટ માં ખૂબ મોટો સુધારો આવ્યો છે આરોગ્ય વિભાગમાં પણ કોરોના ના કપરા સમયમાં ખૂબ સારી મહેનત આરોગ્ય કર્મચારીઓ આરોગ્ય વિભાગ અધિકારીઓએ કરી હતી હાલ જુનાગઢ થી સજા માં મુકાયેલા ડો રવિ દેધનીયા જેમની સામે જૂનાગઢમાં લાચ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો અને પોલીસ ફરિયાદ પણ નોંધાયેલ છે આવા લચિયા અધિકારીને દાહોદ જિલ્લામાં આવતા જ કોઈ રાજકીય પ્રેશરથી કે કોઈ અન્ય કારણથી આરોગ્ય વિભાગની કી પોસ્ટ એવી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તરીકેનો ચાર્જ સોંપી દેવાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે જૂનાગઢમાં સંખ્યાબંધ ફરિયાદો તેઓની સામે એફઆઇઆર અને પોલીસ કેસ પણ ચાલે છે આ ભ્રષ્ટાચારી અધિકારી ને અચાનક આવી સારી જગ્યાનો ચાર્જ આપતા દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રમાં પણ કોઈક મોટી ભ્રષ્ટાચારની બૂમ પડે તેવી સંભાવનાઓ રહેલી છે

ડો રવિ દેધનીયા કોરોના જેવા કપરા કાળ માં પણ ભ્રષ્ટાચારી તરીકે ઘણી બધી ફરિયાદો જૂનાગઢમાં નોંધાયેલ છે જિલ્લા પંચાયતના વડા ડીડીયો મેડમે તેઓની કુંડળી જોયા વગર ચાર્જ આપ્યો હશે???? અને તેઓની કુંડળી જુનાગઢ થી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે જેવા સામેની એફઆઇઆર અને તેઓ સામે નો તમામ ફરિયાદો સોશિયલ મીડિયાના તમામ ગ્રુપમાં ફરી રહી છે હો આવા લચિયા અધિકારી અને બદલવામાં આવશે? એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે હવાલા અધિકારીને પનિશમેન્ટ માં મૂક્યા હોય તો કોઈ ગામડાના phc CHC તેઓને લોકોની સેવામાં મુકવાની જગ્યા એ વહીવટમાં મુકતા અનેક પ્રશ્નો ઉભા થયા છે તેઓ સામે કાર્યવાહી થશે કે કેમ અહીં પણ તેઓની ભ્રષ્ટાચારની રાહ જિલ્લા પંચાયત જોઈ રહી છે

Share This Article