
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ નગરપાલિકાનાં કથળેલા તંત્રના વિરોધમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારીને પાઠવ્યો આવેદન…
દાહોદ તા.૧૭
દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા દ્વારા આડેધડ ખોદકામ કરી નાંખ્યું હોવાનું અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં પશુઓનો જાહેર રસ્તા પર અડીંગો વધતાં અને ત્રાસ વધતોલ હોવાના આક્ષેપો સાથે આજરોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આ મામલે આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ નગરમાં નગરપાલિકા દ્વારા આડેધડ કરવામાં આવતું ખોદકામ ના અને દાહોદ નગર માં ઢોરનો જે ત્રાસ વર્તાય રહ્યોં છે તેના વિરોધમાં એક આવેદનપત્ર આપવા માં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હષૅદભાઈ નીનામા , દાહોદ વીધાનસભા ના ઇન્ચાર્જ હરીશભાઈ નાયક, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસીફઅલી સૈયદ તેમજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો, નગરપાલિકા ના વિપક્ષ નેતા, નગરપાલિકા ના વર્તમાન અને પૂર્વ કાઉન્સિલર ભાઇ બહેનો શહેર સમિતિ ના ફ્રન્ટલો અને સેલ, ડીપાર્ટમેન્ટ ના હોદ્દેદારો આગેવાન કાર્યકર ભાઇ બહેનો હાજર રહ્યા હતા.