ગરબાડા તાલુકા ના પાટિયા ગામેથી પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી જેલભેગો કર્યો..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકા ના પાટિયા ગામેથી પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી જેલભેગો કર્યો..

 

દાહોદ તા.૨૦

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામેથી પોલીસે એક ઈસમ પાસેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે પોલીસે તેના ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂા. ૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૧૯મી મેના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા તાલુકાના પાટીયા ગામે રહેતો વિપુલભાઈ દલસીંગભાઈ ભુરીયાના રહેણાંક વિસ્તારમાં ઓચિંતો છાપો મારી વિપુલભાઈને પોલીસે ઝડપી પાડી તેની અંગ ઝડતીમાંથી પોલીસે ગેરકાયદે પાસરમીટ ે બીન અધિકૃત દેશી હાથ બનાવટો તમંચો કિંમત રૂા. ૫,૦૦૦ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૮,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ વિપુલભાઈને જેલના સળીયા પાછળ ધકેલી દઈ ગરબાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article