
સુમિત વણઝારા :- લીમડી
દાહોદ જિલ્લામાં પશુપાલકો માટે આશીર્વાદ સમાન સાબિત થતું પશુ દવાખાનું..
લીમખેડા તાલુકાના મોટી વાસવાણી ગામે બળદ ને હૉર્ન કેન્સરમાંથી મુક્ત કરતી પશુ દવાખાના ની ટીમ..
દાહોદ તા.11
મુખ્યમંત્રી સરકારશ્રીની યોજના અંતર્ગત દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની યોજના ચાલે છે. જેમાં દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાનાં નાનીવાસવાણી ગામમાં સરકાર શ્રી દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે.એમાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવેલ છે.
આજ રોજ તા:- 11/04/2022 ના રોજ નાની વાશવાણી ગામમાં ફરતા પશુ દવાખાનામાં કાર્યરત ડો.ભાનુસિહ પરમાર તથા પાયલોટ અતુલ વાશિયા તેમના શિડ્યુલ મુજબ (રૃઠ) બેજ લોકેશન ના ગામના નથુભાઇ પટેલ ના બળદને. સિંગડા ના ભાગે લોહીનો બગાડ આવતો હોવાથી તેમને 1962 ફરતું પશુ દવાખાનામાં કેસ નોંધાવ્યું હતું ત્યારે 1962 ના પશુ ચિકિત્સક ડોકટર ઙાકટર.ભાનુસિહ પરમાર તેમની સ્ટાફ સાથે નાની વાશવાણી ગામમાં સામે સરપંચ ફળિયામાં પહોંચી ગયા હતા, બળદને તપાસ કરતા બળદને હોર્ન કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે બળદને બચાવવા માટે ડોકટર તથા પાયલોટ *એમ બંન્ને મળીને કલાકના ઓપરેશન બાદ બળદનું સિંગડું કાપી હોર્ન કેન્સરથી પીડાતા બળદને બીમારી માંથી મુક્તિ અપાવી જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને હાલ બળદ સુરક્ષિત છે.