
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના આમલી ગામેથી પોલીસે ફોર વહીલ ગાડીમાંથી વિદેશી દારૂ સાથે બે જેલભેગા કર્યા
ગરબાડા તા.30
ગરબાડા તાલુકાના આમલી ગામેથી પોલીસે ફોર વહીલર ગાડીમાં 64,400 રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા હતા.
ગરબાડા તાલુકાના આમલી ગામે પેટ્રોલિંગમાં નીકળેલી કતવારા પોલીસે વોચ દરમિયાન સામેથી આવી રહેલી ફન્ટી કાર ને રોકવાનો ઈશારો કરતા મારુતિ માં સવાર બે લોકોએ ના રોકતા પોલીસને જોઈ ભાગવા જતા પોલીસે તેઓને દબોચી. લીધા હતા ત્યારબાદ પોલીસે ફોર વહીલર ગાડીની તલાશી લેતા ભારતીય બનાવટના દારૂની 144 બોટલો મળી 14.400 ની કિંમતનો વિદેશી દારૂ તેમજ 50,000 કિંમતની ફોર વહીલર ગાડી મળી કુલ રૂપીયા 64,400 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી