દાહોદ જિલ્લામાં નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં એમજીવીસીએલનો સપાટો:દેવગઢબારિયા તેમજ લીમડી પંથકમાં એમ.જી.વી.સી.એલ દ્વારા ચેકિંગ દરમિયાન 14.66 લાખ નાણાંની વસૂલાત કરી: ૩૭ વીજ કનેક્શનો કપાયા  

Editor Dahod Live
1 Min Read

 દાહોદ જિલ્લામાં નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં એમજીવીસીએલનો સપાટો:દેવગઢબારિયા તેમજ લીમડી પંથકમાં એમ.જી.વી.સી.એલ દ્વારા ચેકિંગ દરમિયાન 14.66 લાખ નાણાંની વસૂલાત કરી: ૩૭ વીજ કનેક્શનો કપાયા  

દાહોદ તા.૨૬

 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી અને દેવગઢ બારીઆ તાલુકામાં એમ.જી.વી.સી.એલ. દ્વારા વિજ બીલના બાકી નાણાંની વસુલાત માટેની કામગીરી હાથ ધરતાં કુલ રૂા. ૧૪.૬૬ લાખની બાકી લેણાની રકમ વસુલાત કરી તેમજ ૩૭ વીજ ગ્રાહકો દ્વારા વીજ બીલ ભરપાઈ ન કરતાં તેઓના વીજ મીટર જાેડાણ કાપી નાંખવામાં આવેલ છે.

 દાહોદ જિલ્લા એમ.જી.વી.સી.એલ. દ્વારા હાલ દાહોદ જિલ્લામાં વીજ ચેકીંગ સહિત વીજ બીલના બાકી નાણાંની વસુલાતની કામગીરી કરી રહી છે અને આ કામગીરી આગાતમી તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધી ચાલનાર છે ત્યારે ગત તા. ૨૪મી માર્ચના રોજ ઝાલોદ તાલુકાના લીમડી અને દેવગઢ બારીઆ સબ ડિવીઝન હેઠળના વિવિધ ગામોમાં બોર્ડર વિંગ સુરક્ષાકર્મીઓ સાથે રાખીને વિજ બીલના બાકી લેણાની વસુલાત કરવામાં આવી હતી જેમાં કુલ ૩૯૨ ગ્રાહકોના વીજ બીલના લેણાની રકમ રૂા. ૧૪.૬૬ લાખની રકમ સ્થળ ઉપર વસુલ કરવામાં આવી હતી અને કુલ ૩૭ ગ્રાહકના વીજ બિલના બાકી લેણાની રકમ રૂા. ૨,૦૦,૦૦૦ સ્થળ ઉપર ભરપાઈ ન કરતાં વીજ મીટર તથા સર્વિસ વાયર કબજે કરવામાં આવ્યાં હતાં.

 

————————————

Share This Article