દેવગઢ બારિયામાં અજાણ્યા વાહનચોર તસ્કરોએ ડમ્પરની કરી ઉઠાંતરી: ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ..

Editor Dahod Live
1 Min Read

સુમિત વણજારા :- લીમડી 

દેવગઢ બારિયામાં અજાણ્યા વાહનચોર તસ્કરોએ ડમ્ફરની કરી ઉઠાંતરી: ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ..

દે.બારીયા તા.22

દે.બારીયા તાલુકાના કાપડી વિસ્તારમાંથી ચોરીના મક્કમ ઇરાદે ત્રાટકેલી વાહનચોર ટોળકીએ પાર્ક કરેલ ડમ્પરની ચોરી કરી ભાગી ગયા હતા.જોકે આ ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી

 

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના કાપડી કબ્રસ્તાનની પાસે રહેવાસી ઇસ્માઇલ દાઉદ ભાઈ વાંદરીયા ની ટાટા કંપનીના GJ-16-X-2433 નંબર ના ડમ્પરની અજાણ્યાં તસ્કરોએ ગત રોજ ઉઠાતરી કરી લઈ ગયા હતા.જોકે આ ચોરીની સમગ્ર ઘટના સીસીસ્ટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

ઉપરોકત બનાવ સંદર્ભે ઇસ્માઇલભાઈ દાઉદ વાંદરીયાએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દેવગઢ બારીયા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી અજાણ્યાં તસ્કરો વિરુદ્ધ તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share This Article