દાહોદ LCB પોલીસે વિવિધ ગુનાઓમાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા 4 આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા…

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ LCB પોલીસે વિવિધ ગુનાઓમાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા 4 આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા…

દાહોદ તા.22

દાહોદ એલસીબી પોલીસે ચાર જુદી જુદી જગ્યાએથી છેલ્લા કેટલાય સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હોવાનું જાણવા મળેલ છે.

દાહોદ એલસીબી પોલીસના પી.આઈ બી.ડી.શાહના નેતૃત્વ માં હોળીના તહેવારોમાં અસરકારક કામગીરી કરી ચાર જુદી જુદી જગ્યાએથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લાના મોરવા પોલીસ મથકમાં પ્રોહીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા દેવગઢ બારીયા તાલુકાના દેગાવાડા વન ફળિયાના રહેવાસી મહેન્દ્ર ગીરાભાઈ બારીયાને ઝડપી લીધો હતો.ત્યારબાદ ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકમાં અપહરણ તેમજ પોસ્કો ના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા 

ઝાલોદ તાલુકાના ટીમાચી ગામના ચકા ભાઈ ઉર્ફે પ્રેમ ધીરુભાઈ ડામોરને લીમડી સુભાષ ચોક પરથી ઝડપી લીધો હતો.જયારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં આરોપીને પોકેટ કોપ એપ્લિકેશનના માધ્યમથી દેવગઢ બારીયા તાલુકાના ધાનપુર પાનમ રોહાટ ફળિયાના રહેવાસી અનવર દિનેશ ભાઈ ડામોર ને GJ-23-A-9022 નંબરની જેની કિંમત 20,000 ચોરીની મોટર સાઇક્લ સાથે ધાનપુર બસ સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો હતો.જયારે દેવગઢ બારીયા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા ભુવાલ ગામના નાગિનભાઈ પર્વતભાઈ પટેલને ઝડપી લીધો હતો.

આમ દાહોદ એલસીબી પોલીસે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા ચાર આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article