
સુમિત વણઝારા :- લીમડી
ગરબાડામાં ઉછીના આપેલા પૈસાની માંગણી બાબતે ચાર ઈસમો એક વ્યક્તિને ફટકાર્યો…
ગરબાડા તા.22
ગરબાડા નગરમાં ઉછીના આપેલા પૈસાની માંગણી બાબતે ચાર ઈસમોએ એક વ્યક્તિને લાકડીના ફટકા મારી માર મારી તેમજ પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપ્યાનું જાણવા મળેલ છે.
ગરબાડા તાલુકાના ભે ભાગોળ પરમાર ફળિયાના રહેવાસી રૂપસિંગભાઈ બદીયાભાઈ મોહનિયા,રમેશભાઈ બદીયાભાઈ મોહનિયા,રાકેશભાઈ રૂપસિંગભાઈ મોહનિયા તથા અરવિંદભાઈ સુમસાભાઈ મોહનિયાએ પાસે રૂપસિંગભાઈ બદીયાભાઈએ આપેલા ઉછીના રૂપિયાની માંગણી કરતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત ઈસમોએ તુ શેના પૈસા માંગે છે તેમ કહી લાકડીઓ તેમજ પથ્થરો વડે હુમલો કરી રૂપસિંગભાઈ તેમજ કૈલેશભાઈ મોહનિયાને માર મારી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી નાસી ગયા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે ભે ભાગોળ પરમાર ફળિયાના રહેવાસી કૈલેશભાઈ હરૂભાઈ મોહનિયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ઉપરોક્ત ચારેય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે