સંતરામપુર તાલુકાની મને ગમતી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર તાલુકાની મને ગમતી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ

મહિસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં ૨૧મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષ યુ.એન ઓ દ્વારા ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડક્શન કન્ઝપશન થીમ અંતર્ગત આજનો દિવસ ઉજવવાનું નક્કી થયેલ. આજના દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી પટેલના બાયસેગ દ્વારા આજના દિવસ સંદર્ભે માર્ગદર્શન મેળવ્યું. જેનો વિષય હતો નમો વડ વન. આઝાદી કા અમૃત મહોત્સવ ઉપક્રમે 75 વટ વૃક્ષો વાવવાનો સંકલ્પ આપવામાં આવ્યો. અને અમારી શાળામાં હયાત વડ દાદાનું પૂજન કરવામાં આવ્યું. શાળાના મદદનીશ શિક્ષક શ્રી અશોકભાઈ મોચી દ્વારા જીવનમાં વૃક્ષો અને વડદાદા નું મહત્વ એ વિષય પર બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. વૃક્ષોએ ધરતી પરનું સ્વર્ગ છે એની માવજત માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા. આમ આજના દિવસની બાળકો અને શિક્ષકો દ્વારા આંતરરાષ્ટ્રીય વન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article