દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે ખેતરમાં ઢોર ઘુસવા બાબતે ચાર ઈસમોએ ભેગા મળી બે ને ફટકાર્યા દાહોદ તા.21

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે ખેતરમાં ઢોર ઘુસવા બાબતે ચાર ઈસમોએ ભેગા મળી બે ને ફટકાર્યા

દાહોદ તા.21

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે ખેતરમાં ઢોર ઘૂસવા બાબતે ચાર ઈસમોએ ભેગા મળી બે વ્યક્તિઓને લાકડીઓ વડે માર મારી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રાજપુર તાલુકાના નવા ફળિયાના રહેવાસી મનાભાઈ ભાવસિંગ ભાઈ ડામોર, મુકેશભાઈ મનાભાઈ ડામોર, હસમુખભાઈ મનાભાઈ ડામોર, તેમજ ઉમેશભાઈ મનાભાઈ ડામોર નાઓએ ભાઠીવાડા ગામ તળના રહેવાસી ચંદ્રકાંતભાઈ સમુડાભાઈ મેડા તેમજ મહેન્દ્ર ભાઈ ને મા બેન સમાણી ગાળો બોલી અમારા ઢોરોને કેમ બગાડો છો કેમ કહેતા ચંદ્રકાંતભાઈ એ જણાવે છે તમારા ઢોર અમારા ખેતરમાં નુકસાન કરે છે. તમારા ઘરે બાંધો તેમ કહેતા ઉશકેરાયેલ ઉપરોક્ત લોકોએ ચંદ્રકાન્ત ભાઈના માથામાં પથ્થર મારી તેમજ મહેન્દ્ર ભાઈને લાકડીઓના ફટકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.

ઉપરોકત બનાવ સંદર્ભે ભાટીવાડા ગામતળના રહેવાસી ચંદ્રકાંતભાઈ સમુડા ભાઈ મેડાએ દાહોદ રૂલર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લા પોલીસે ઉપરોકત ચારેય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article