સિંગવડ તાલુકામાં 20% ની ગ્રાન્ટ તાલુકા પંચાયત સભ્યોને ફાળવણી કરીને જુદા કરવા માટે આમ આદમી પાર્ટીનું આવેદનપત્ર..!!

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ.

સિંગવડ તાલુકા માં 20% ની ગ્રાન્ટ તાલુકા પંચાયત સભ્યોને ફાળવણી કરીને જુદા કરવા માટે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું

સીંગવડ તા.09

સિંગવડ તાલુકામાં આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રભારી રમસુ ભાઈ હઠીલા ના નેતૃત્વમાં આપ સિંગવડ તાલુકા પ્રમુખ શૈલેષ હઠીલાના આયોજન થી આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા ની ઉપસ્થિતિમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે સિંગવડ તાલુકા ની ૨૦ ટકાની ગ્રાન્ટ માત્ર કાગળો પર હોય 15 મા નાણાપંચ માં ૨૦ ટકાની આયોજન મંજૂરી આજ દિન સુધી મળી નથી તાત્કાલિક ધોરણે ૨૦ ટકા ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે લાગતા વળગતા અધિકારી તથા નેતાઓ દ્વારા તાલુકા પંચાયતના સભ્યો ની ૨૦ ટકા ગ્રાન્ટ છુટ્ટી કરી તેમને ફટાફટ તેમના કામો ફાળવવામાં આવે તો જલ્દીથી કામ કરી શકે તેમ છે જ્યારે જયેશભાઈ સંગાઈ જણાવ્યું કે સિંગવડ તાલુકા માં ચૂંટાયેલા 16 તાલુકા પંચાયત સભ્ય ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે જ્યારે ગુજરાત સરકાર કે સ્થાનિક ભાજપના નેતાઓ સમક્ષ રજૂઆત કરી ગ્રાન્ટ ફાળવણી કરાવી શકે એટલી ક્ષમતા ચૂંટાયેલા સભ્યો મા ન હોવાના ના લીધે આજરોજ આપ દ્વારા આવેદન આપી ગ્રાન્ટ છૂટી કરવા રજૂઆત કરી એ છે જ્યારે જલ્દી જલ્દી ટાઈડ અને અનટાઇડ ગ્રાન્ટ ફળવાઇ તો આ તાલુકા પંચાયતના સભ્યો કામ કરી શકે તેમ છે

Share This Article