સિંગવડ તાલુકા મેથાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ

સિંગવડ તાલુકા મેથાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

સીંગવડ તા.08

સીંગવડ તાલુકાના મેથાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 08.03.2022 ના રોજ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મેથાણ પી.એચ.સી વિસ્તારના ગામોમાંથી પસંદ કરેલ કિશોર-કિશોરીઓ ના સ્વાસ્થ્યને લગતા કાર્યક્રમ કરવા આવ્યા હતા.જેમાં કિશોર અવસ્થામાં તથા શારીરિક માનસિક ફેરફાર વિશે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.જ્યારે તાલીમાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ૫૦ જેટલા કિશોર-કિશોરીઓ આશાવર્કર એએનએમ mphw સ્ટાફને મેથાણ પીએસસી મેડિકલ ઓફિસર ડો ફાતેમા આર.બી એસ.કે મેડિકલ ઓફિસર ડો. નિલેશ સેલોત અને એડોલેશન કાઉન્સિલર રાજેશભાઈ દ્વારા સંપૂર્ણ તાલીમ અને માર્ગદર્શન આપવા આવ્યું હતું.

Share This Article