
અંધશ્રદ્ધાનું ભૂત ફરી ધણધણ્યું: લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે પાંચ મહિલાઓ સહિત ૧૧ ઈસમોના ટોળાએ એક મહિલાને ડાકણ હોવાના વહેમે ફટકારી
લીમખેડા તા.27
લીમખેડા તાલુકાના પ્રતાપપુરા રેલ ગામે પાંચ મહિલાઓ સહીત ૧૧ લોકોના ટોળાએ એક મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખી માથાના વાળ પકડી ઘસડી લાકડીઓના ફટકા મારી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી ધીંગાણું મચાવી નાસી ગયા હતા
મળતી માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના રેલ ફળિયાના રહેવાસી ૧ ) કનુભાઇ ડાહયાભાઇ વણકર ( ર ) શાંતીલાલ પુંજાભાઇ વણકર ( ૩ ) નટુભાઇ પુંજાભાઇ વણકર ( ૪ ) ડાહયાભાઇ નાનાભાઇ વણકર ( ૫ ) પુંજાભાઇ નાનાભાઇ વણકર ( ૬ ) સુરેશભાઇ લખાભાઇ વણકર ( ૭ ) સવિતાબેન રમેશભાઇ વણકર ( ૮ ) ધનીબેન મનુભાઇ વણકર ( ૯ ) રતનીબેન પુંજાભાઇ વણકર ( ૧૦ ) લીલાબેન ઉર્ફે ગલીબેન લખાભાઇ વણકર ( ૧૧ ) અમરીબેન ડાહયાભાઇ વણકર સહિતના ૧૧ લોકોના ટોળાએ તેમનાજ ગામના સંજય ભાઈ વિઠ્ઠલ ભાઈ વણકર ના ઘરે આવી તેમની પત્ની લખુડીબેન વણકર ને તું ડાકણ છે તેમ કહી લખુડી બેનના માથાના વાળ પકડી ઘસડી ગદડા પાટુનો માર મારી લાકડી ઓના ફટકા મારી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી જતા રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે ke આદિવાસી બાહુલય ધરાવતા જિલ્લામાં અંધશ્રદ્ધાના નામે મહિલાઓ જોડે અવાર નવાર અમાનુસી અત્યાચારો ગુજારવાનાં બનાવો કેટલીય વખત પ્રકાશમાં આવ્યા છે જોકે જિલ્લામાં અંધ શ્રદ્ધાંના બનાવોને ધ્યાને લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્રારા અવાર નવાર જાણ જાગૃતિ પ્રચાર પ્રસાર તેમજ શોર્ટ ફિલ્મો દ્રારા અંધ શ્રદ્ધાંની બદીને ડામવા માટે પ્રયાસો કરે છે પરંતુ પોલીસની જન જાગૃતિ સામે આવા તત્વો પોલીસ સામે પડકાર ફેંકતા હોઈ તેવું પ્રતીત થયું છે ત્યારે આવા તત્વોને ડામવા માટે પોલીસ દ્રારા કડકમાં કડક સજાનું પ્રાવધાન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે ત્યારે ઉપરોક્ત બનાવ સંદર્ભે સંજય ભાઈ વિઠ્ઠલ ભાઈ વણકરે દેવગઢ બારીયા પોલીસે મથકે ફરિયાદ નોંધાવતા દેવગઢ બારીયા પોલીસે ઉપરોક્ત તમામ લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે