સીંગવડ તાલુકાના દાસા મુકામે સાંસદ તથા ધારાસભ્ય દ્વારા પલ્સ પોલિયો રસીકરણના કાર્યક્રમની શરૂઆત કરાઈ..

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :-  સિંગવડ

સીંગવડ તાલુકાના દાસા મુકામે સાંસદ તથા ધારાસભ્ય દ્વારા પલ્સ પોલિયો રસીકરણના કાર્યક્રમની શરૂઆત કરાઈ..

સીંગવડ તા.27

સિંગવડ તાલુકામાં 27.2.22 ના રોજ પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દાહોદ દ્વારા સિંગવડ તાલુકા આરોગ્ય વિભાગ આયોજીત કાર્યક્રમની શરૂઆત દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે કરવામાં આવી હતી.જેમાં તાલુકા આરોગ્ય અધિકારી સી.એમ.મછારના માર્ગદર્શન હેઠળ સિંગવડ તાલુકા વિસ્તારના તમામ પી.એસ.સી વિસ્તારમાં રસીકરણ યોજવામાં આવ્યો હતો.જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારના પલ્સ પોલિયો નાબૂદી જેને સફળ બનાવવા ની કટિબદ્ધતા ને અંતર્ગત પોલિયો નાબૂદી અભિયાનના ભાગરૂપે દર વર્ષે પલ્સ પોલિયો ઇમ્યુમાઇઝેશન કાર્યક્રમની સામાન્ય રીતે બે રાઉન્ડ માં આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે બુથ ઉપર રહી અને બાકીના બે દિવસ સીંગવડ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરીને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

Share This Article