ફતેપુરા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ યુનિટની ટીમને છ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ.

Editor Dahod Live
1 Min Read

 શબ્બીરભાઈ સુનેલવાલ :- ફતેપુરા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ યુનિટની ટીમને છ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ..

એમ એમ યુ ટીમ છ વર્ષમાં 1 32 907 દર્દીઓને સારવાર આપ

દાહોદ તા.05

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોબાઈલ મેડિકલ યુનિટ દવાખાનું જે મોબાઇલ વાનમાં આરોગ્યલક્ષી નિદાન માટે સાધન સમગ્ર સુવિધા સજ્જ ઓનલાઇન કનેક્ટિવિટી ગાડી તૈયાર કરવામાં આવી છે.જેમાં તબીબ નર્સ લેબ ટેક્નિશિયન ફાર્મસીની સુવિધાઓ પૂરી પાડે છે મેડિકલ યુનિટ તેમને છ વર્ષ પૂર્ણ થતાં ટીમના સભ્યો દ્વારા વાહન શણગારી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી એમ એમ યુ ટીમ દ્વારા છ વર્ષમાં 1,32,907 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.આ ઉજવણીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રી ડોક્ટર રીતેશભાઈ રાઠવા તથા તેમનો સ્ટાફ ડોક્ટર જાગૃતીબેન બારીયા નર્સ હંસાબેન ફાર્મસી સુભાષભાઈ નીનામા લેબ ટેકનીશીયન રાજેશભાઈ ડામોર પાયલોટ મુકેશભાઈ રજાત ૧૦૮ના ઇ.એમ.ઇ. મનોજ સર તેમજ 108 તથા ખિલખિલાટ નો સ્ટાફ ગણ હાજર રહી ગાડી શણગારી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી

Share This Article