
દાહોદ
લીમખેડા તાલુકાના મંગળમહુડી ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર હીટ એન્ડ રન ની ઘટના બનવા પામી છે.જેમાં માતેલા સાંડની જેમ ઘસી આવેલા કાળમુખી ટ્રકે શાકભાજી ભરેલી પીકઅપ ગાડીને પાછળથી જોશભેર ટક્કર મારતા પીકઅપમાં સવાર બે મહિલાઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જયારે અન્ય સાત લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડીયો હોવાનું પ્રાથમિક તબબકે જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફ્લત તેમજ પૂર ઝડપના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.તેમાંય ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે ધીમે ધીમે અકસ્માત ઝોન સાબીત થઈ રહ્યો છે.ત્યારે આજરોજ લીમખેડા તાલુકાના મંગળ મહુડી ગામે શાકભાજી ભરેલો પીકઅપ ગાડી પસાર થઈ રહી હતી. તે સમયે પૂરઝડપે આવતા કાળમુખી ટ્રકે પીકઅપ ગાડીને પાછળથી જોશભેર ટક્કર મારતા પીકઅપ ગાડી પલ્ટી મારી રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી.તેમજ ટ્રક ચાલક પોતાની ટ્રક લઈને ભાગી છૂટ્યો હતો.જોકે પીકઅપ ગાડીમાં સવાર બે મહિલાઓનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું.જયારે અન્ય સાત લોકોને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યું છે.ત્યારે સદર બનાવની જાણ લીમખેડા પોલીસને થતા લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણ પામેલા બન્ને મહિલાઓના મૃતદેહને પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખાતે મોકલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી