
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી યુવકો દ્વારા ત્રણ સગીરાઓને પત્ની તરીકે રાખવા અપહરણ..
પોલીસે અપહરણના ત્રણેય બનાવોમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી યુવકો દ્વારા ત્રણ સગીરાઓને પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કઈ લઈ નાસી જતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના બંબેલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૮મી ડિસેમ્બરના રોજ બંબેલા ગામે રહેતો આશીષભાઈ હુરસીંગભાઈ મછારે ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાનું અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૮મી ડિસેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે ખોસ ફળિયામાં રહેતો નરેશભાઈ પર્વતભાઈ બારીયાએ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો ત્રીજાે બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૦મી ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર ખાતે રહેતો નીખલ ભગવાન બારવેએ દાહોદ શહેરમાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના ભાઈ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–