Tuesday, 30/04/2024
Dark Mode

દાહોદની મહિલાએ દાહોદ શહેરમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા asp સમક્ષ રજુઆત કરી..

December 30, 2021
        2065
દાહોદની મહિલાએ દાહોદ શહેરમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા asp સમક્ષ રજુઆત કરી..

દાહોદની મહિલાએ દાહોદ શહેરમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા asp સમક્ષ રજુઆત કરી..

દાહોદના ગોદીરોડ વિસ્તારમાં રહેતી

મહિલાએ દાહોદ ASP મળી દારૂના અડ્ડાઓ બંધ કરવા કરી રજુઆત

મહિલાનો પતિ દરરોજ દારૂની પીને ઘરે આવી ઝઘડો તકરાર કરતો હોય અને પોતાની કમાણી દારૂમાં વેડફતો હોય જેને પગલે ત્રાસેલી મહિલાએ રજુઆત કરી.

દાહોદ તા.30

દાહોદ શહેરમાં રહેતી એક મહિલા દ્વારા પોતાનો પતિ દરરોજ દારૂ પીને ઘરે આવી ભારે ધમાલ કરતો હોવાને કારણે કંટાળે મહિલાએ દાહોદ એએસપીને રૂબરૂ મળી દાહોદ શહેરમાં ચાલતાં દારૂના અડ્ડાઓ, હાટડીઓ બંધ કરવા તેમજ આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
દાહોદ શહેરમાં ગોદીરોડ ખાતે રહેતી એક મહિલા જેનો પતિ દરરોજ પોતાની કમાણીના હજારો રૂપીયાનો દારૂ આસપાસના વિસ્તારમાં આવેલ દારૂના અડ્ડા પર જઈ દરરોજ દારૂ પી આવી મહિલા સાથે ઝઘડો તકરાર કરતો હોય જેને કારણે ત્રાસેલી મહિલા દ્વારા આ મામલે દાહોદ એએસપીને રૂબરૂ મુલાકાતે પહોંચી વિસ્તારમાં તેમજ દાહોદ શહેરમાં આવેલ દારૂના અડ્ડાઓ, હાટડીઓ બંધ કરવા અને તેઓની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. મહિલાના જણાવ્યાં અનુસાર, દારૂ પીને લોકો પોતાનું જીવન બરબાદ કરી નાંખે છે, ઘરસંસાર તુટી જાય છે, પરિવાર બરબાદ થઈ જાય છે જે માટે શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવે તો પરિવારો બરબાદ થતાં બચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!