દાહોદ તાલુકાના ખાપરીયા ગામે “તમોએ અમોને કેમ વોટ આપેલ નથી” તેમ કહી 29 લોકોના ટોળાએ મકાનમાં ઘુસી કરી તોડફોડ…

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે દાહોદ 

દાહોદ તાલુકાના ખાપરીયા ગામે “તમોએ અમોને કેમ વોટ આપેલ નથી” તેમ કહી 29 લોકોના ટોળાએ મકાનમાં ઘુસી કરી તોડફોડ…

દાહોદ તા.૨૭

દાહોદ તાલુકાના ખાપરીયા ગામે ૨૯ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી એક વ્યક્તિના ઘરે આવી ગ્રામ પંચાયતની ચુંટણી સંબંધી ઘરમાં ઘુસી જઈ તેમજ તોડફોડ સહિત ભારે પથ્થર મારો કરતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગ તા.૨૨મી ડિસેમ્બરના રોજ ખાપરીયા ગામે રહેતાં મોતીભાઈ મનાભાઈ સંગાડીયા, જાેતિયાભાઈ ધનાભાઈ સંગાડા, લાલાભાઈ મથુરભાઈ ભાભોર, મકાભાઈ, મથુરભાઈ ભાભોર, દલાભાઈ મથુરભઈ ભાભોર મહેશબાઈ દલાભાઈ ભાભોર તથા તેમની સાથે અન્ય ઈસમો મળી કુલ ૨૯ ઈસમોના ટોળાએ પોતાની સાથે હાથમાં ગોફણો, તીરકામઠા, પથ્થરો વિગેરે લઈ કીકીયારીઓ કરી પોતાના ગામમાં રહેતાં જળીયાભાઈ માનીયાભાઈ અમલીયારના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેલા લાગેલ કે, તમોએ અમોને કેમ વોટ આપેલ નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી ભારે પથ્થર મારો કરી ઘરના નળીયા, દરવાજાે વિગેરે પણ તોડી નાંખ્યો હતો.

આ સંબંધે જળીયાભાઈ માનીયાભાઈ અમલીયારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————————-

Share This Article