ઝાલોદ તાલુકાના પીપળીયા ગામેં છોકરી ભગાડી ગયાની અદાવત એક મહિલા સહિત ૧૦ લોકોના ટોળાએ યુવકના ઘરે કર્યો હુમલો, પથ્થરમારો તેમજ મકાનમાં તોડફોડ કરી

Editor Dahod Live
2 Min Read

ઝાલોદ તાલુકાના પીપળીયા ગામેં છોકરી ભગાડી ગયાની અદાવત એક મહિલા સહિત ૧૦ લોકોના ટોળાએ યુવકના ઘરે કર્યો હુમલો, પથ્થરમારો તેમજ મકાનમાં તોડફોડ કરી

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે યુવક છોકરી ભગાડી લઈ ગયાં બાદ તેને સોંપી દેવાના મામલે છોકરી પક્ષના મહિલા સહિત ૧૦ ઈસમો ટોળાએ ઘર પર પથ્થર મારો કરી, ઘરમાં ઘુસી જઈ સરસામાનની તોડ ફોડ કરી ઘર પર પથ્થર મારો કરી નળીયાની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પીપળીયા ગામે ડાંગી ફળિયામાં રહેતાં સુરસીંગભાઈ માનસીંગભાઈ ભાભોર ભત્રીજાે સુનીલભાઈ હવસીંગભાઈ ભાભોર થોડા દિવસો પહેલા ગામમાં રહેતી એક યુવતીને ભગાડીને લઈ ગયો હતો. આ મામલે યુવતીના પરિવારજનો ચીમનભાઈ પારસીંગભાઈ, ગીતાબેન ચીમનભાઈ, શૈલેષભાઈ પારસીંગભાઈ, વેલાબેન રાકેશભાઈ, રસનભાઈ નરસીંગભાઈ, કસનભાઈ સમસુભાઈ, દિનેશભાઈ કસનભાઈ, માધુભાઈ કસનભાઈ, રૂપલાભાઈ રમસુભાઈ અને કુસુમબેન અલ્પેશભાઈ તમામ જાતે આમલીયારનાઓ ગત તા.૧૮મી ડિસેમ્બરના રોજ સુરસીંગભાઈ ભાભોરના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી છોકડી સોંપી દેવા મામલે બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ તથા પથ્થરો લઈ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી સુરસીંભાઈના ઘરમાં ટોળુ ઘુસી ગયું હતું અને ઘરમાં તોડફોડ કરી સરસામાન, ઘર પર પથ્થર મારો કરી તેમજ ઘરના માણસો પર પથ્થર મારો કરી ઘરના નળીયાની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે સુરસીંગભાઈ માનસીંગભાઈ ભાભોરે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————-

Share This Article