
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ એસટી બસના 4 કર્મચારીઓ અનિયમિત રહેતા સસ્પેન્ડ કરાયા..
દાહોદ તા.12
દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ બસ ડેપો ખાતે ફરજ બજાવતાં એક કંડક્ટર અને ત્રણ ડ્રાઈવર એમ કુલ ૪ કર્મચારીઓને દાહોદ એસ.ટી.ડેપો મેનેજર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતાં એસ.ટી. ડેપો આલમમાં સ્તબ્ધતાં સાથે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, આ ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનું મુખ્ય કારણ, ફરજ પર લેટ હાજર થવા, ગેરહાજર થવા બદલ વિગેરે જાેવા કારણોસર સસ્પેન્ડર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ બસ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં પી.બી. બારીયાને ઉપલા અધિકારીની પરવાનગી વગર, જાણ કર્યાં વગર ગેરહાજર રહેતાં હોવાને કારણે સસ્પેન્ડર કરવામાં આવ્યાં છે. કે.સી.ભાભોર પણ પોતાની ડ્રાઈવરની ફરજ દરમ્યાન ગેરહાજર રહેતાં તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. એસ.કે, ચૌહાણ પોતાની ડ્રાઈવરની ફરજ દરમ્યાન ઉપલા અધિકારીની પરવાનગી, જાણ કર્યાં વગર ગેરહાજર રહેતાં તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં જ્યારે કંડક્ટર તરીકે ફરજ બજાવતાં ડી.આર. પગી અવાર નવાર લેટ થતાં હોઈ તેઓની આ અશિસ્ત ફરજને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત ચારેય કર્મચારીઓને ગેરજવાબદારી ફરજને કારણે મુસાફરોને ભારે અગવડતાંનો અને સમસ્યાનો સામનો કરવો પડતો હોય તે જાેઈ દાહોદ ડેપો મેનેજર દ્વારા સસ્પેન્ડ કરવાના હુકમો કર્યાં છે. ઉપરોક્ત સસ્પેન્ડ કરવામાં આવેલ કર્મચારીઓને સસ્પેન્સન પીરીયર્ડ દરમ્યાન સર્વિસ રેગ્યુલેશનની કલમ નં.૮૦ અન્વયે નિયમાનુસાર ૫૦ ટકા જીવન નિર્વાહ ભથ્થા પેટે ચેકવાનું રહેશે અને નિયમીત રીતે ૦૯.૦૦ કલાકથી ૧૭.૦૦ કલાક સુધી નિર્ધારિત કરેલ બસ ડેપો ખાતે હાજર રહેવો અને હાજરી પુરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
———————————–